સમગ્ર શિક્ષા અભિયાન શહેરા બ્લોકના કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ.

Panchmahal
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા

સમગ્ર વિશ્વમાં વર્તમાન સમયે કોરોના મહામારીનું સંક્રમણનું પ્રમાણ દિનપ્રતિદિન લોકોમાં વધી રહ્યું છે. તેને અટકાવવા સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના બ્લોકના બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ સંદર્ભે જાગૃતતા માટે તમામ કર્મચારીઓને જન આંદોલન જાગૃતિનો બહોળો પ્રચાર પસાર થાય તે હેતુથી શહેરા બ્લોક કક્ષાના તમામ કર્મચારીઓની ઘરે શીખીએ, હોમ લર્નિંગ અને વર્ચ્યુઅલ કલાસ જેવી વર્તમાન કામગીરીની સમીક્ષા દરમિયાન તમામે પોતે માસ્ક પહેર્યાં વિના ઘરની બહાર નહીં નીકળે, દરેક વ્યક્તિથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવશે, વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝર કરતા રહેશે, પોતાની અને પરીવાર, વિદ્યાર્થીઓ અને ગામ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવવી અને યોગ વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા કાર્યક્ષેત્ર, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા દ્રઢ સંકલ્પ સાથે શપથ લીધા. બી.આર.સી.શહેરાએ તાલુકામાં એક આદર્શ ઉદાહરણ બેસાડવા માટે સૌ પ્રથમ પોતાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો. ત્યારબાદ તમામ કર્મચારીઓ દ્વારા પોતાનો ટેસ્ટ કરાવી તાલુકાના તમામ શિક્ષણ પરીવાર અને બાળકોની સલામતીનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા વિનોદ પટેલ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી માર્ગદર્શન આપી એસ.એસ.એ.એમ.શહેરાના કર્મચારીઓની કામગીરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભરત ગઠવીએ પોતાની આરોગ્ય ટીમ મોકલી નિષ્ણાંત ડોકટરો દ્વારા કોવિડ-19 ની તમામ પ્રકારની ગાઈડલાઈન મુજબ કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરી આપી સહકાર આપવા બદલ સમગ્ર શિક્ષા અભિયાન શહેરા આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *