ગરુડેશ્વર કચેરીના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતા ગામલોકો માં રોષ

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

હાલમાં સંપૂર્ણ ભારત દેશમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે છેલ્લા ૪૫ દિવસથી લોકડાઉંન ચાલુ છે ક્યારે આવી પરિસ્થિતિમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગોરા નવાગામ લીમડી તથા વાગડિયા ગામોમાં ગોલ્ડન કરવાની કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સેવા સત્તા મંડળ ની રચના બાદ નવ નિર્માણ થયેલી કમિટી દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે કેવડીયા વહીવટદાર સહિતના અધિકારીઓ પોલીસ સ્ટાફ સાથે આ ગામોમાં ફેન્સીંગ કરી એક સર્વે કરી રહ્યા છે જેથી ગામલોકોમાં રોષની લાગણી વ્યાપી છે અને ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે ગામ લોકોનું કહેવું છે અત્યારે ભારત દેશમાં લોકડાઉંન ચાલી રહ્યું છે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે તથા હાલની પરિસ્થિતિમાં લોકો બેરોજગાર બન્યા છે ખાવા-પીવાની મુસીબત ઉભી થઇ છે ત્યારે આવી પરિસ્થિતિમાં કચેરીના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતા ગામલોકો માં રોષની લાગણી વ્યાપી છે બીજી બાજુ ગામ લોકોએ આ કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ સાથે મામલતદાર કચેરી ગરુડેશ્વર તથા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ગરુડેશ્વર ખાતે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે કામ લોકોનું કહેવું છે કે એકબાજુ લોકોને મજૂરી બંધ છે ખાવાના ફાંફા છે ત્યારે વહીવટીતંત્ર આવા લોકોની જમીનો પર દાનત બગાડી રહી છે આજે કોરોના એ મોટા મોટા વિકાસ સ્થળોને સુમસામ કરી દીધા છે ત્યારે હજુ પણ સરકાર આ પ્રકોપને સમજી શકી નહીં ગરીબો ની જમીન લેવા દોડ મૂકે છે અને અમારી પાસેથી જમીન પડાવી લેવા માટે સત્તાનો દુરુપયોગ કરી કાવતરું ઘડી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *