પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા
નડિયાદ-મહુધા રોડ પરથી ગૌમાંસનો શંકાસ્પદ જથ્થા સાથે પકડાયેલ વ્યક્તિને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન અન્ય એક વ્યક્તિનું નામ ખુલતા તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ – મહુધા રોડ પરથી મોટરસાયકલ પર પસાર થતા દંપતીને ગૌરક્ષકોએ પકડી પાડ્યા હતા તેમની પાસેથી આશરે 30 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો આ બનાવમાં સાબીરહુસેન કુરેશી અને તેમના પત્ની નાજમાંબાનું કુરેશીની અટકાયત કરી નડિયાદ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સલીમભાઇ કુરેશીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ દરમિયાન અન્ય એક સબદલભાઈ ઇસ્માઇલભાઈ કુરેશી (રહે.મહમદઅલી ચોક કપડવંજ ) નું નામ ખુલ્યું છે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા સ્પે. પબ્લિક પ્રોસીકયુટર ધર્મેન્દ્રભાઈ સી પ્રજાપતિની ઉગ્ર દલીલો કોર્ટે માન્ય રાખી સબદલભાઈ કુરેશીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
.