રાજકોટ: વરસાદના કારણે તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો

Latest Rajkot
રેપોટર -વિપુલ ધામેચા ધોરાજી

ધોરાજના સુપેડી ગામમાં ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક નિષ્ફળ નીવડ્યો. તેમજ ખેડૂતોને જે આવક આવવાની હતી તેના પર પાણી ફરી વળ્યુ. ત્યારે ધોરાજીના સુપેડી ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકશાની ભોગવવી પડી છે. પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડૂતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી.આ સાથે જ ખેડૂતોએ નવરાત્રીના તહેવારને લઈને રાસે રમીને અનોખો વિરોધ કરીને સરકારને જગાડીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.પાક નિષફળ જાય તો ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે જાહેરાતો કરી છે. પરંતુ હજુ સુધી તેમનું પાલન થયુ નથી. જેના કારણે ધોરાજી પંથકમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં પાકના વાવેતર સમયે જ ખાતર બિયારણનો ખર્ચ કરીને વાવેતર કરવા માટે લાચાર બન્યા છે. જેમને કારણે ખેડૂતોની હાલત કફોડ બની છે.આ સાથેજ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *