અમરેલી: બગસરા શહેરમાં ધારી બગસરા વિધાનસભા પરેશ ધાનાણી ના વરદ હસ્તે ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના વરદહસ્તે બગસરા શહેર કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારી બગસરા ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા, પુંજાભાઈ વંશ, હર્ષદભાઈ રીબડીયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ધારી બગસરા વિધાનસભા સીટ ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા વધુ મત સાથે જીત જાહેર કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે અન્ય પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ પાર્ટીની અંદર મોટી સંખ્યામાં જોડાય તેમજ કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *