રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
વિવાદો વચ્ચે ઘેરાયેલી લાખણી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પહેલાં બજેટ મંજૂર ન થતા વિકાસ કમિશનર દ્વાર વહીવટીદારની નિમણુંક કરવામાં આવી હતી.ત્યાર બાદ અઢી વર્ષથી ટર્મ પૂર્ણ થતા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી.ગત 17 તારીખના રોજ લાખણી તાલુકા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના 2 સદસ્યો ગેરહાજર જોવા મળી હતી. જેના કારણે ભાજપ તરફેણમાં બહુમતી જાહેર થતાં તાલુકા પંચાયત ઉપર ભાજપે જીત મેળવી હતી. પ્રમુખ તરીકે ટીપુંબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અજીતસિંહ વાઘેલાની વરણી થઈ હતી.જેને લઈ આજે અઢી વર્ષ બાદ બીજા ટર્મ ના નવા ચુટાયેલા તાલુકાં પ્રમુખ અને ઉપ પ્રમુખે લાખણી તાલુકાં પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે હેમરાજભાઈ પટેલ , અમિતભાઈ દેસાઈ , હડમતસિંહ રાજપૂત, રમેશભાઈ પ્રજાપતી, સવજીભાઈ ઠાકોર તેમજ લાખણી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રમુખ અને ઉપ પ્રમુખને શુભેચ્છાઓ આપી હતી.