રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં ઘનકચરાનો નિકાલ ક્યાં કરવો તે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે.કલેક્ટર દ્વારા જુદી જુદી જગ્યાઓએ જમીન ફાળવણી કરવા છતાં સ્થાનિક લોકો દ્વારા પેશકદમી, રાજકીય આગેવાનો તેમજ વિરોધ અને અન્ય કારણોસર થી કચરો ઠાલવવા દેવામાં આવતો નથી.હાલમાં કલેક્ટર દ્વારા મકતુપુર જગ્યા ફાળવામાં આવી છે. ત્યાં પણ સ્થાનિકોના વિરોધને લીધે હાલમાં માંગરોળ નો શહેરી કચરોનો નિકાલ ક્યાં કરવો તે પાલીકા માટે ગંભીર સમસ્યા. છે શહેરનો કુલ ૨૨ ટન જેટલો કચરો નીકળે છે જેને લઈ ચારેબાજુ કચરો હોવાથી રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. પાલીકા દ્વારા છેલ્લા ૮ માસથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી જેને લઇ આ અગાવ પણ પાલીકા પ્રમુખ સહિત સદસ્યો ,આગેવાનો અને પ્રજાને સાથે રાખી મુખ્ય બાયપાસ રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો. ત્યારે સત્તાધીશો દ્વારા જાહેરમાં વચન આપવામાં આવ્યું હતું કે 5 દિવસ મા નિરાકરણ આવી જશે. પરંતુ તેને પણ ૨ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાલિકાની આ ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જો ૩ દિવસમાં નિરાકરણ નહિ કરવામાં આવે તો આ ઘનકચરો મામલતદાર કચેરી ની સામે તેમજ નેશનલ હાઇવે પર ઠાલવવામાં આવશે તેમ પાલીકા પ્રમુખ મો. હુસેન ઝાલા અને ઉપ્રમુખ મનોજ વિઠલાણી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી .