રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ ના માંગરોળ ખાતે છેલ્લા અઢી વર્ષથી મામલતદાર તરીકે ની ફરજ બજાવતા એચ.જી.બેલડીયા ની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાપ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેલડીયા ને નારિયેળ ફળો અને ગિફ્ટ આપી માન સાથે વિદાયી આપવામાં આવી. મામલતદાર બેલડીયા નોકરીના સમય ગાળા દરમ્યાન તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું . અને મામલતદર બેલડીયા દ્વારા સ્ટાપ અને માંગરોળ પત્રકાર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.