રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ડાકોર માં ગુજરાતી કલાકાર હસમુખભાઈ ભાવસાર નું તારીખ 21/10/2020 ના સવારે અવસાન થયું .અમદાવાદ થી ડાકોર મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.તે સમયે બપોરે 1.30 કલાકે ગધેડિયા કુવા પાસે આવેલ પ્રશાદ ની દુકાને પ્રશાદ ખરીદી કરવા ગયા હતા. ત્યાં અચાનક તેમને છાતી માં દુખાવો થતાં ત્યાં બેસી ગયા હતા. ત્યારે તેમની સાથે આવેલા કેમેરા મેને 108 નો સંપર્ક કરી હસમુખભાઇ ને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.108 માં લઈ જતાં રસ્તા માંજ તેમનું અવસાન થયું. ઉપરના તબીબ દ્વારા હસુમુખ ભાઈ ભાવસાર ને મૃત જાહેર કરાયા હતા.તેમના મૃત દેહ ને અમદાવાદ લઈ જવાયો હતો .