બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
કપડવંજ તાલુકાના નિરમાલી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગામના જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારવાના લઈને આજે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ તેની ધરપકડ ન થતાં અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લંપટ શિક્ષકની ધરપકડ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર તા. 12/09/2020 ના રોજ કપડવંજ તાલુકાના નિરમાલી ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક મહેશભાઈ પટેલે એજ શાળામાં ભણતી એક સગીર વિદ્યાર્થીનીને પટાવી ફોસલાવી ખેતરમાં લઈ જઈને ત્રણ વખત દુષ્કર્મ આચરેલ છે. અને શિક્ષકના પદને કલંકિત કરેલ છે. જેની ફરિયાદ એક માસ અગાઉ કપડવંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. પરંતુ, હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને આરોપી હજુ સુધી પકડાયેલ નથી. તથા આરોપીના સગા વહાલા દ્વારા અને જવાબદાર પોલીસ અધિકારી દ્વારા ગરીબ દિકરીના પરિવારના લોભામણી લાલચો અને ધાકધમકી આપીને ફરીયાદ પાછી લેવા વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે, શાળામાં ભણતી સગીર વિદ્યાર્થીની પર કરવામાં દુષ્કર્મની ઘટનાને લઈ સમગ્ર જનતામાં રોષ વ્યાપ્યો છે. સમાજમાં આવું કલંકિત કુકર્મ કરનાર લંપટ શિક્ષક ને જલ્દી થી જલ્દી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો, ૭૨ કલાક બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉગ્ર આંદોલન કરી તમામ જીલ્લાઓમાં દેખાવો યોજવામાં આવશે. અને સરકારને રજૂઆત કરી કપડવંજ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો આમરણાંત ઉપવાસ પર કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.