ગળતેશ્વરના સોનૈયા ગામની જર્જરિત શાળાથી બાળકોના માથે ભમતું મોત.

Kheda
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર

ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. શાળાના મકાન અને પાઠ વર્ષ થતા શાળાનું મકાન ખંડેર બન્યું છે. જેના કારણે છે સિમેન્ટના પોપડા પડે છે. આ શાળાનું મકાન જોખમી બનતા ગ્રામજનો અને શાળાના શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે.

સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. આ મકાનનું બાંધકામ ને આશરે પાંસઠ વર્ષ નો સમય થતા હાલ ખંડેર જેવા રૂમ બની ગયા છે.છત પરથી સિમેન્ટના પોષળા નીચે પડતાં હોવા છતાં છેલ્લા ઘણા સમયથી રૂમની મરમ્મત કરવામાં આવતી નથી. ગમે ત્યારે સિમેન્ટના પોપડા પડતા શાળામાં ભણતા બાળકોનું અને શિક્ષકોનું ભાવિ ઝોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પ્રાથમિક શાળા ધો-૧ થી ૮ ના કુલ ૧૫૭ બાળકો ભણે છે. જેમાં ૮૧ દિકરાઓ અને ૩૬ દીકરી અભ્યાસ કરે છે. આ શાળામાં કુલ નવ ઓરડા છે, જેમાંથી ચાર ઓરડા વર્ષ- ૧૯૩પ માં બનેલા હલ જર્જરીત બન્યા છે.આ ઉપરાંત વર્ષે ૧૯૯૦-૯૧ માં બનેલા ઓરડામાં પણ ગુણવત્તા યુક્ત બાંધકામ ન હોવાના કારણે આ ઓરડાઓમાંથી પણ પોપડા પડવાની સમસ્યા ઉભી થઇ છે નવ ઓરડા પૈકી એક બે ઓરડા પ્રમાણમાં સારા છે. વળી ઓરડાની બહાર લોબી પણ જર્જરિત બની છે જેના કારણે બાળકોને પ્રાર્થના પણ કરાવી શકતા ન હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. આ અંગે ગ્રામજનોની માંગ છે કે કોવિડ ૧૯ની મહામારીના કારણે સ્કુલ બંધ છે. આવા સમયે કુલો તોડી પાડીને નવા આંકડા બનાવી આપવા માંગ કરાઈ છે. ઉપરાંત શાળાના મકાન અંગે ગામના સરપંચ અને જાગૃત નાગરિકો દ્વારા ખેડા જિલ્લા શિક્ષણાધિકારીને અને જિલ્લા પંચાયતમાં લેખિત અરજી આપી હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *