ઠાસરાના પાંડવણીયામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર.

Kheda
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા

ઠાસરા તાલુકાના પાંડવણીયા માં રહેતી એક પરિણીત યુવતીને પોતાની કરવા ઇંટવાડના યુવકે બળજબરીપૂર્વક પ્રેમસંબંધ રાખવા અવારનવાર દબાણ કર્યું હતું. જો કે યુવતી પરિણીત હોય અને પોતાનો સંસાર ના બગડે તે માટે તે ઓ યુવકને દાદ આપતી ન હતી જેથી ઉશકેરાયેલા યુવકે યુવતિને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દેતો યુવતિની હાલત ગંભીર બની હતી. આ બાબતે યુવતીને મારી નાંખવાનો પ્રયાસ કરનાર યુવક સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના એક ભરવાડની પુત્રીના લગ્ન આણંદ જિલ્લાના હાડગુડમાં થયાં હતાં. જોકે લગ્ન બાદ યુવતી અવારનવાર તેના પિયર પાંડવણીયા અવર જવર કરતી હતી. પિયરમાં પિતાના ઘરની બાજુમાં જ રહેતા કુટુંબી ફોઈ પુરીબેનના લગ્ન ડેસર તાલુકાના ઈટવાડ મુકામે થયા હતા. આ પૂરી બેનના દિયર ભરતભાઈ કરમણભાઈ ભરવાડ પણ વારંવાર સાથે તેનો પરિચય થયો હતો. કુટુંબના હિસાબે યુવતી ક્યારેક ક્યારેક ભરત સાથે વાતચીત પણ કરતાં હતાં, બંને વચ્ચેની મુલાકાત વધતા એકબીજા ના મોબાઈલ નંબરોની આપ-લે થઈ હતી. દરમિયાન ભરત પરિણીત યુવતીના પ્રેમમાં પડી ગયો હતો. યુવતી સાથે વાતચીત કરવા માટે અવારનવાર ફોન કરવા લાગ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન ભરતે પ્રેમસબંધ રાખવા માટે યુવતીને જણાવ્યું હતું જોકે તે પોતે પરિણીત હોવાનું જણાવી ફોન કાપી નાંખ્યો હતો. જે બાદ ભરત અવારનવાર યુવતીને ફોન કરી પ્રેમસબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો યુવતીએ ફોન કરવાની ના પાડતાં હોવા છતાં ભરત વારંવાર ફોન કરી હેરાન કરવા લાગ્યો હતો.

ગત તા. ૨૭-૯-૨૦ના રોજ યુવતી પાંડવણીયા મુકામે માવતરના ઘરે હતા. દરમિયાન સાંજના સમયે ભરતે ફોન કરી મળવાની દરખાસ્ત મૂકી હતી. તે વખતે યુવતીએ મળવાની ના પાડતા ભરતે તુ એક વખત મને મળવા આવો, ફરીથી હું તને ક્યારેય ફોન નહી કરુ તેમ જણાવ્યું હતું. તેથી યુવતી મળવા માટે રાજી થઇ હતી. નક્કી કરેલા સમયે યુવતી કુદરતી હાજતે જવાનું બહાનું બનાવી પાડોશમાં રહેતી સહેલી સાથે ઘરેથી નીકળી પાંડવણીયા સીમમાં જવાની નદીમાં ભરત ને મળવા ગયાં હતા. ત્યાં થોડે દૂર અંધારામાં લઈ જઈ ભરત ફરી એકવાર પ્રેમસંબંધ રાખવા માટે યુવતીને દબાણ કર્યું હતું જોકે યુવતીએ ના પાડતા ભરત ઉશ્કેરાઈ ગયો હતો અને જો તું મારી સાથે પ્રેમસંબંધ નહિ રાખું તો હું તને ઝેરી દવા પીવડાઈ દઈશ તેવી ધમકીઓ આપી યુવતીના બંને હાથ રૂમાલથી બોષી દીપાં હતાં. યુવતીએ છૂટવા માટે પ્રયત્નો કરતાં ઉશ્કેરાયેલા ભરતે તેણીને જમીન પર પાડી દઈ ખિસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી બળજબરીપૂર્વક યુવતીને પીવડાવી દીધી હતી. બૂમાબૂમ કરતાં નજીકમાં હાજર યુવતીની સહેલી ત્યાં દોડી આવી હતી, અને યુવતીના હાથમાંથી રૂમાલ છોડી ઘરે લઈ ગઈ હતી. જો કે ઝેરી દવા શરીરમાં જવાથી થોડીક જ ક્ષણોમાં યુવતીની તબિયત લથડવા લાગી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે યુવતીને ડાકોરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. વીસેક દિવસની સારવાર બાદ યુવતીની તબિયતમાં સુધારો આવતા યુવતીએ ભરતભાઈ કરમણભાઈ ભરવાડ સામે ઠાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *