બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા એલ સી બી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરદાર ભવન સર્કલ નડિયાદ પાસેથી રાત્રે નવ કલાકે શકમંદ જણાવી બે સ્વિફ્ટ ગાડીને અટકવીસરતા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા સુરતના ચાર શખ્ખોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ એમ. બી. પટેલ પીએસઆઈ એમ. એ. ઠાકુર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે વખતે માહિતી મળી હતી કે નડિયાદ સરદાર પટેલ સર્કલ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં ગુનાકીય પ્રવૃત્તિ ધરાવનાર ઈસમો પસાર થઈ રહ્યાં છે. તેથી પોલીસે વોચ રાખી હતી, દરમિયાન સ્વીફ્ટ ગાડી નં. જીજે-૨૩, સીએ-૬૫૦૮ તથા જીજે-૫ ૬, સીડી ૭૪૧૪ આવતાં પોલીસે અટકાવી હતી. અને તેમાં બેઠેલા ઈસમો પાસેથી ગાડીના દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા. તેમજ પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ના આપતાં બંને ગાડી સાથે ૪ ઈસમોને એલસીબી પોલીસ મથકે લઈ આવ્યા હતા, પોલીસની પૂછપરછમાં તે કેવલ ચંદુ લાલચંદ્ર જૈન (મારવાડી) મૂળ રહે રાજસ્થાન, નજીરભાઈ ઉર્ડ હુસેનભાઈ મલેક રહે, સોફટીયા રોડ આણંદ,ઈરફાન ઉર્ફે બાટલી યુસુફભાઈ પટેલ આછોદ, તા, આમોદ, જિ. ભરૂચ તથા હનીક નીઝામ પઠાણ આછોદ, જિ.ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બે કાર, ૧૧ મોબાઈલ, સોનાનું બિસ્કીટ, તથા રૂ.૨૧,૦૦૦ રોકડા મળી કુલ રૂ.15,44,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ટોળકી ઓરીજનલ સોનાનો બિસ્કીટ બનાવી સસ્તા ભાવે આવાં જથ્થાબંધ બિસ્કીટ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાના ઘણા ગુના આ ટોળકીના નામ પર રજીસ્ટર થયા છે. તે જોતાં તે ગુનાકીય ઇતિહાસ ધરાવે છે. કંપ્યુટર નિષ્ણાત પોલીસ કર્મચારીઓએ ઈગુજકોક પર સર્ચ કરતાં કેવલચંદ જૈન સામે સુરત પો, સ્ટેમાં ૧ તેમજ સુરત ગ્રા.પો. સ્ટેમાં ર ગુના ઠગાઈના નોંધાયા છે. જયારે નજીરભાઈ ઉર્ફે હુસેનભાઇ મલેક સામે અમદાવાદમાં 1 ગુનો નોંધાયેલો છે તથા 10 વર્ષ અગાઉ ભરૂચ સીટી પોલીસના હાથે આવા ગુનામાં પકડ્યો હોવાનું બહાર આવ્યું છે.