બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મજુર પરિવારે ૧૭ વર્ષ પહેલા કાચુ મકાન લીધું હતું. લોકડાઉંનમાં પરિવાર પાસે મોટી બચત નહોતી. એટલે જીવન ચલાવવા સંબંધીને ત્યાં જતાં જ પાડોશી એ મકાને પચાવી પાડ્યું. પરિવારને ભગાવી દેતા ના છુટકે તેમણે જિલ્લા કલેકટર ને રજુઆત કરી છે.
નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મુક્તિધામની બાજુમાં કામનાથ મહાદેવની ચાલીમાં સુભાષભાઈ વિષ્ણુભાઈ કંસારાએ માટીની દિવાલ અને છાપરાવાળા એક મકાનને ગોપીભાઈ રાધાસ્વામી રેડ્ડી પાસેથી તા. ૨૭ જાન્યુઆરી 2003 ના રોજ વેચાણથી રાખ્યું હતું. આ મકાનનો નંબર ૨૪૭૯ છે.
આ પરિવાર સમોસા વેચી ગુજરાન ચલાવતું હતું. ગત માર્ચ મહિનામાં લોકડાઉંન લાગુ થયું હતું જેના કારણે પરિવાર પાસે મોટી બચત નહોતી. એટલે જીવન ચલાવવા સુભાષભાઈ કંસારા તેમના પત્ની સારીકાબેન અને બંને બાળકોને – તે લઈને વતનમાં દીયરના ઘરે રહેવા ગયા હતા. ગત જુલાઈ મહિનામાં લોકડાઉન ખુલતા તેઓ પરત આવ્યા હતા, ત્યારે તેમના ઘરનો સામાન બહાર કાઢી નાખવામાં આવ્યો હતો અને દીપક ભાઈ અર્જુનભાઈ કંસારા મકાનનો કબજો લઈ લીધો હતો, તેમણે આ પરિવારને જો ફરી અહી આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એટલે તેમને પોલીસ મથકે લેખિત અરજી આપી હતી પરંતુ પોલીસે મકાન પાછુ લાવ્યું ન હોય ના છુટકે આ ગરીબ પરિવારે આજે ખેડા જિલ્લા કલેકટરને પોતાનું મકાન પાછું અપાવવા વિનંતી કરી છે.