૯૫.૭૮ ટકા રીકવરી રેટ સાથે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રમ સ્થાને.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ જેને મહામારી ઘોષિત કરી છે. તેવા કોરોનાના કપરા સમયમાથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યુ છે. કોરોના સામેનો જંગ જીતવા સરકાર, તંત્ર, સ્વૈચ્છિક સંસ્થા તેમજ જન સમુદાય રાત દિવસ તનતોડ મહેનત કરે છે ત્યારે ભાવનગરમાં પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે તે દિશામા છેલ્લા સાડા છ માસથી સમગ્ર વહીવટી તંત્ર પણ કોરોના મહામારીને દૂર કરવા કામગીરી શરૂ છે. ત્યારે આ રોગચાળો વધતો અટકાવવા માટે માસ્ક,સેનીટાઇઝરનો નિયમીત ઉપયોગ કરવો તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ એ ત્રણ બાબતો હાલના સમયે ખુબ જ જરૂરી છે. કોરોના ટેસ્ટીંગ કરાવવું પણ એટલુ જ જરૂરી છે. જેના થકી કોરોના સંક્રમીત વ્યકિત તાત્કાલીક આઇસોલેટ થઇ શકે અને તેના નજીકના કુટુંબીજનો, સગાસંબંધી કે મીત્રોને કોરોનાથી સંક્રમીત થતા અટકાવી શકાય. આ માટે જીલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા દ્રારા સમગ્ર ભાવનગર જિલ્લામા ધનિષ્ટ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા એપ્રિલ માસથી આજદીન સુધીમાં કોરોનાના કુલ-૧,૯૪,૩૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી આર.ટી.પી.સી.આર. ૩૧,૩૧૦ સેમ્પલ તથા રેપીડ એન્ટીજનના ૧,૬૩,૦૫૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.

વધુમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તથા જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ગત મહિનાથી જિલ્લા મામલતદાર કચેરીઓના એ.ટી.વી.ટી. સેન્ટરો તથા જાહેર સ્થળોએ ઉભા કરાયેલ કુલ ૨૧ જેટલા સ્વૈચ્છીક કોરોના ટેસ્ટીંગ સેન્ટરો ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામા આવી છે.તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર એમ.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ ૬૦ વર્ષથી ઉપરના વડીલો, ૧૦ વર્ષથી નિચેના બાળકો, મહિલાઓ તેમજ દિવ્યાંગજનો માટે ટેસ્ટ ઓન કોલ જેવી રાજ્યની એકમાત્ર પહેલ શરૂ કરાઇ છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૪,૫૯૯ કેસો પૈકી માત્ર ૧૧૯ દર્દીઓ જ હાલ સારવાર હેઠળ છે.અને ભાવનગર જિલ્લાનો રીકવરી રેટ પણ અંદાજે ૯૫.૭૮ ટકા સાથે સમગ્ર રાજ્યમા ટોચ પર છે. જિલ્લામા કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા તેમજ કોરોનાને સદંતર નાબુદ કરવા લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *