જૂનાગઢ : કેશોદ ફકિર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કોડીનારની મુસ્લિમ બાળા પર થયેલ બળાત્કારની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ રોષ

આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી અને કડક સજાની માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું.

કેશોદમાં આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દીનાં નેતૃત્વમાં અને કેશોદ ફકીર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતીમાં એક રોષ પૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લઘુમતિ સમાજની બાળા ઉપર થયેલ બળાત્કારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે, કોડીનારની ઘટનામાં સત્તાધારી પક્ષના એક રાજકીય માધાંતાની સંડોવણીને પગલે સ્થાનિક પોલીસ મંદ ગતિએ આગળ વધી રહી હોય આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન દ્વારા આરોપી વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભોગ બનનાર બાળાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહયોગ ચુકવવા અને આ બાળા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. આ નીંદનિય અને જઘન્ય ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીઓ પર કાર્યવાહી કરવી જોઇએ. ભાજપનાં વરિષ્ઠ નેતા અને આ દુષ્ટ કર્મનાં મુખ્ય આરોપીને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આવેદનપત્ર આપતી વખતે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજનાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *