કેશોદના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના સહયોગથી બેટી બચાઓ બેટી પઢાવો અંતર્ગત પ્રોગ્રામ યોજાયો

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદના માંગરોળ રોડ પર આવેલ કેન્દ્ર નંબર 3 ની આંગણવાડી પર કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના મનીષાબેન રત્નોતર તેમજ કેશોદ ઘટકના સુપરવાઈઝર દક્ષાબેન હાજર રહેલા હતા અને કાર્યક્રમમાં કિશોરીઓ હાજર રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા તમામ કિશોરીઓ ને બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિષયક તમામ માહિતી આપવામાં આવેલ હતી. સાથે તમામ કિશોરીઓને પોલીસ સપોર્ટ સેન્ટરના મનીષાબેન દ્વારા પેડ આપી પુરુસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુપરવાઈઝર શફી દક્ષાબેન દ્વારા પણ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *