રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર હાથબ , ભુંભલી , ભંડારીયા , ફરીયાદકા અને ઉંડવી એમ પાંચ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 372 જેટલા સગર્ભા બહેનોનુ મેડીકલ ઓફીસર દ્વારા હેલ્થ ચેકઅપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી – લેબોરેટરી તપાસ , વજન , ઉંચાઈ, પેટની તપાસ , બ્લ્ડ પ્રેશરની તપાસ કરવામા આવી હતી.તેમજ ધનુર વિરોધી રસી અપાઈ હતી. ડો. સુનિલ પટેલ તાલુકા હેલ્થ ઓફીસર ભાવનગર સંકલનથી આ કેમ્પ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી અંદાજિત 2.10 લાખ જેટલી રકમ ફાળવવામા આવી હતી.જેમાથી સગર્ભા બહેનોને માસ્ક, સેનીટાઈઝર , સાબુ , પ્રોટીન પાઉડર તથા ઈમ્યુનીટી બુસ્ટર એવા વિટામીન સી અને ઝિંક નો પાઉડર , ગ્લુકોઝ પાઉડર , વિટામીન સી અને ઝીંક ની ગોળી , લોહીના વધારવાની દવા તેમજ કેલ્શીયમની ગોળીઓ અને ઓ.આર.એસ પાઉડર નુ વિતરણ કરવામા આવ્યુ હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા પદાધિકારીઓ સાથે સુચારુ સંકલન સાધી મેડિકલ કેમ્પની ઉતમ વ્યવસ્થા ગોઠવવામા આવી હતી. પ્રોગ્રામ મેનેજર ચેતનસિંહ દ્વારા ખિલખિલાટ વાહન મારફત આ કેમ્પમા ગ્રામીણ વિસ્તારોમાંથી સગર્ભા બહેનોને કેમ્પના સ્થળે લાવવા લઇ જવા માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમા મંત્રી દીવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય ગણમાન્ય પદાધીકારીઓને અધીકારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. આ મેગા ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા આર.સી.એચ અધીકારી દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.એક પણ માતા કે બાળકનુ મરણ એમના તાલુકામા ન થાય એ માટે હમેશા પ્રયત્નશીલ રહેતા એવા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ સુનિલ પટેલના નેજા હેઠળ તાલુકા હેલ્થ કચેરી ભાવનગરની સમગ્ર ટીમે સગર્ભા બહેનોને કોઈ પણ મુશ્કેલી ન પડે એ રીતે મેગા ચેકઅપ કેમ્પને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી.