રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
વાઘોડિયા તાલુકામાંથી અને ડભોઈ તાલુકામાંથી પસાર થતી ડભોઇ – ટીંબા રેલવે લાઇન- નેરોગેજ રેલવે લાઈન છેલ્લા ઘણા વર્ષોથી બંધ અવસ્થામાં છે. જેથી પ્રજાજનોને રેલવેની સુવિધાનો લાભ મળતો નથી. તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા નેરોગેજ રેલવેના પાટા તથા લાકડાના સ્લીપર કાઢી નાખવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે પ્રજાજનોમાં આશા બંધાઈ છે કે કદાચ આ રેલ્વે લાઈન બ્રોડગેજમાં રૂપાંતર થઈ ચાલુ થશે .હાલમાં ડભોઈના ધારાસભ્ય ડભોઇ તાલુકામાં ચારે તરફથી વિકાસ થાય એવી કામગીરી અગ્રીમતાના ધોરણે કરી રહ્યા છે ત્યારે ડભોઇ અને વાઘોડિયા તાલુકાની પ્રજા આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે કે આ રેલ્વે લાઈન બ્રોડગેજ માં રૂપાંતરણ ઝડપથી થાય અને ફરીથી ડભોઇ- ટીંબા રેલવે લાઇન ધમધમતી થાય કારણ કે છેલ્લાં ઘણા વર્ષોથી આ રેલવે લાઈન પર આવતા ગામોને રેલવેની મુસાફરીનો લાભ મળ્યો નથી તાજેતરમાં રેલવેના પાટા અને સ્લીપર કાઢી નાખવામાં આવ્યા છે ત્યારે લાગતા-વળગતા રેલવેના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહેલી તકે આ રેલવે લાઈનનું કામ ચાલુ થાય એવું બન્ને તાલુકાની જનતા ઈચ્છી રહી છે અને તાજેતરમાં જ ઝડપથી ચાલતી વિકાસની આ કામગીરીમાં આ રેલવે લાઈનને પણ અગ્રીમતા મળે એવી આશા પ્રજાજનો રાખીને બેઠા છે.