કેટલાક સમય પેહલા ઝાલોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નગરના કેટલાક વિસ્તારોમાં ચોરી અને અન્ય ગુનાકીય બાબતો અટકાવવા માટે ૪૨ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. નગરમાં બવ ચર્ચામાં આવેલ કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ એકસનમાં આવેલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે નગરના તમામ વિસ્તારમાં ચાપતી નજર રાખવા માટે નગરના અલગ અલગ વિસ્તારમાં ૪૨ જેટલા સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવ્યા છે. આ તમામ સીસીટીવી કેમેરાનો સર્વેલન્સ રૂમ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે.
Home > Madhya Gujarat > Dahod > ઝાલોદ નગરમાં યુદ્ધના ધોરણે ૪૨ જેટલા સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવ્યા.