વડોદરાની દુમાડ ચોકડી પાસે 3 કારમાં આવેલા શખ્સોએ ઘડાઘડ ૬ થી ૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એક વ્યક્તિને ગોળી વાગી, 4 ઈજાગ્રસ્ત.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

ફાયરિંગની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વડોદરા શહેરની દુમાડ ચોકડી બ્રિજ પાસે ૨ થી ૩ કારમાં ઘસી આવેલા ૨૦ થી ૨૫ જેટલા શખ્સો 6થી 7રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી છુટયા હતા. જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ઉચ્ચે અઘિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ૨૦ થી ૨૫ યુવકો પથ્થરમારો અને લાકડીઓથી પણ હુમલો કર્યો અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં-૪૮ ઉપર આવેલી દુમાડ ચોકડીના બ્રિજ પાસે ૨ થી ૩ કારમાં ૨૦ થી ૨૫ જેટલા શખ્સો ઘસી આવ્યા હતા અને ઘડાઘડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી જ્યારે અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈંટોના રૂપિયા ગાયબ થવા બાબતે અથડામણ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સાવલી ખાતે ઈંટોના ભઠ્ઠાના માલિકે મજુરોને 1 લાખ રૂપિયા આપીને વડોદરા મોકલ્યા હતા. જે નાણાં ગાયબ થઈ થતાં તકરાર થઇ હતી ત્યારબાદ મારૂતિ બ્રેજા ગાડીમા આવેલા શખ્સોએ ભરવાડો ઉપર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ બાદ ગાડી વડોદરા શહેર તરફ ભાગી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ભરવાડ સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસને ઘટના સ્થળ પરથી ગોળીના ૪ ખોખા મળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *