ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ એ દિલ્હી સ્થિત બિન સરકારી સંસ્થા (NGO) છે જેની સ્થાપના Margaret Cousins એ ૧૯૨૭મા કરી જેનો મુખ્ય હેતુ બહેનો અને બાળકો ના શિક્ષણ, સશક્તિ કરણને પ્રોત્સાહન આપી રોજગાર અને આરોગ્યના મુદ્દે વિષેશ કાયૅ કરવા પર છે ભારત ના દરેક રાજ્ય અને દરેક નાના મોટા શહેરો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને કાયૅ કરે છે.
આ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી શિલાજી કાકડે વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ભાવનાબેન જોષીપુરા અને ઝોનલ બી ના ઓગેૅનાઈઝર શ્રી હેમાબેન શેઠ ના નેતૃત્વ મા ગુજરાત ની પાંચ બહેનોની દિલ્હી ખાતે વરણી વિવિધ કમિટિમાં થઈ જેમા કાલોલ શ્રી ભગિની સેવા મંડળ ના માનદમંત્રી શ્રીમતી દિપ્તીબેન પરીખ, હિંમતનગર ના ઉર્વશીબેન ને મહિલા સુરક્ષા કમિટી મા અમદાવાદના લતાબેન તેમજ દમણના વષાૅબેનને પયાૅવરણ બચાવો કમિટિમા અને મઢીના તૃપ્તિબેન વ્યાસ ને સ્વચ્છતા અભિયાનમા વરણી નેશનલ લેવલે થઈ જે મહિલા એ ગુજરાત ઉપરાંત પોતાની શાખા પોતાના ગામ અને સમાજ નુ ગૈરવ વધાયુૅ છે આ પાંચ મહિલાઓ ને અભિનંદન વિવિધ શાખાએ પાઠવ્યા હતા.