રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
કોરોના વેક્સિનના ઇંતેજાર શિવાય તેની સામે લડવા માટે ખાસ અને ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ સામાન્ય પ્રજાના હિતમાં છે. ખાસ કરીને જ્યાં લોકોનો ધસારો વધારે રહેતો હોય અને ભીડ જામતી હોય એવી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને કોરોના ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન લોકો કરે તે અત્યંત જરૂરી છે. લોકજાગૃતિ અને જનજાગૃતિ દ્વારા જ સ્વયંશિસ્ત જો લોકો કેળવશે તો જ સરકાર અને તંત્રના જે પ્રયત્નો છે તે કોરોના સામે લડવામાં સફર નીવડશે તેથી જ ગોધરા એસટી ડેપો દ્વારા મુસાફરોમાં જાગૃતિ આવે અને સ્વયંશિસ્ત આવે તે માટે કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને કોરોના ગાઇડલાઇન ના જે નિયમો છે તે આ અંગે જરૂરી નિયમાવલી સાથે ની પત્રિકા છાપી અને પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના કુલ સાત ડેપોમાં જનજાગૃતિ અભિયાન પત્રિકાનું વિતરણ કરાયું છે. ગોધરા એસટી ડેપો દ્વારા જનકલ્યાણ માટે આ એક ઉત્તમ પ્રયાસ ગણાવી શકાય.