પંચમહાલ : ઘોઘંબાના ડેપ્યુટી સરપંચનો પુત્ર રૂ.૧૬,૬૧,૦૦૦ ની રદ થયેલી ચલણી નોટો સાથે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો.

Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાંથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કારનો પીછો કરી ભારતીય ચલણની રદ થયેલી બંધ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ના દરની કુલ ૧૬,૬૧,૦૦૦ રૂ ની નોટો ઝડપી પાડી હતી. રદ થયેલી નોટો સાથે બે ઇસમોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. અટકાયત કરાયેલા બે ઈસમો પૈકી એક ઘોઘંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર અને એક ચા ની લારીવાળાની ધરપકડ કરી હતી.પોલીસે રૂ.૧૦૦૦ ના દરની ૫૬૧ નોટો અને રૂ.૫૦૦ ના દરની ૨૨૦૦ નોટો ઝડપી હતી.ત્યારે આ અગાઉ પણ ગોધરા શહેરમાંથી ૫ કરોડ ની રદ થયેલી ચલણી નોટો ઝડપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમી ના આધારે એક કાર જી.જે.૦૬.એફ.કે.૦૪૧૪ સ્વીફ્ટ ગાડી નો પીછો કરી શહેરના સાતપુલ વિસ્તારમાંથી કારમાંથી રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી હતી.જે કારમાં થી પોલીસે બે ઈસમો જેમાં ધનરાજ નરેન્દ્રસિંહ પરમાર (રહે.ઘોઘંબા) અને કેતનભાઈ મુળજીભાઈ રાખડીયા (રહે.ઘોઘંબા) ની અટકાયત કરી હતી.ત્યારે અટકાયત કરાયેલા બે ઈસમો પૈકી એક ઘોઘંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે કારમાંથી રૂ.૧૬,૬૧,૦૦૦ ની રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી હતી.જેમાં રૂ.૧૦૦૦ ના દરની ૫૬૧ નોટો અને રૂ.૫૦૦ ના દરની ૨૨૦૦ નોટો પોલીસે ઝડપી હતી.ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અગાઉ પણ ગોધરા શહેરમાં થી પોલીસે રદ થયેલી રૂ.૫ કરોડ ની નોટો ઝડપી પાડી હતી.ત્યારે વધુ એક વાર રદ થયેલી નોટો ગોધરા શહેરમાંથી ઝડપાતા આ મામલે નાગરિકો માં ચકચાર મચી જવા પામી હતી.

ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા કારનો પીછો કરી આશરે ૧૬ લાખથી પણ વધુ કિંમતની આ ચલણી નોટોની હેરફેરમાં ઘોઘંબા ના ડેપ્યુટી સરપંચનો પુત્ર આમાં સામેલ હોય એવું માલૂમ પડતાં રાજકીય આલમમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા થોડાક સમયમાં જ આવી ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ચલણી નોટો પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા પકડવામાં આવી છે ત્યારે આ સમગ્ર ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર કે કૌભાંડ છુપાયેલો હોઈ શકે તેવી શક્યતાઓ નજરે પડી રહી છે તથા લોકોમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બની રહી છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા 2016માં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ હજારની કિંમતની ચલણી નોટો રદ કરવામાં આવી હતી. કાળું નાણું તેમજ આતંકવાદને ડામવા માટે સરકાર દ્વારા આ ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવી સરકારની સ્પષ્ટતા આ બાબતમાં હતી ત્યારે 2020 માં પણ હજી આ રદ થયેલી રૂપિયા ૫૦૦ અને રૂ હજારની નોટો ક્યાંથી આવી? કયા હેતુથી તેનો ઉપયોગ કરાતો હતો? કોના ઇશારે હેરફેર કરવામાં આવતી હતી? આવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *