રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર
દાંતીવાડા તાલુકામાં મોટી ભાખર પાસે ૧૨ વર્ષીય મુક બધિર બાળા પર રેપ કરી ગળું કાપી દૂર ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દિવ્યાંગ સમાજની લાગણી દુભાઈ છે.આ બાબતે આરોપીઓને કડક સજા થાય તે હેતુથી બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભગાજી વિસાતર, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ,મંત્રી અને જાણીતા દિવ્યાંગ પત્રકાર કપિલભાઈ ચૌહાણ, કેશાજી ઠાકોર, સાગરભાઈ ભાટિયા, આયેશાબેન ભાટી,ભારતીબેન પટણી, વિષ્ણુ સોલંકી, રમણભાઈ ભાંસોની, આદમભાઈ, બાબુભાઈ,છગનભાઈ તથા અન્ય દિવ્યાંગ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.