બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
નડિયાદ મહુધા રોડ પર આવેલા વીણા ગામ પાસેથી ગૌરક્ષકો દ્વારા એક દંપતીને ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે ઝડપી પાડીને પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.
નડિયાદમાં રહેતા અને ગૌરક્ષા માટે કામ કરતા કાર્યકરોને માહિતી મળી હતી કે મહુધાના ખાટકીવાડ માં રહેતા સલીમભાઈ સાબીર હુસૈન ખુરેસી તેમજ તેમની પત્ની નાજમાબાનુ સલીમભાઈ ખુરસી તેમના મોટર બાઇક નં.જીજે-૦૭, સીઆર-૮૨૩૩ ઉપર ગૌમાસની હેરાફેરી કરે છે જેના આધારે ગૌરક્ષકો દ્વારા વીણા ગામ પાસે વોચ રાખી હતી, દરમ્યાન દંપતી ત્યાથી પસાર થતા ગૌરક્ષકોની ટીમ દ્વારા તેને રોકી તપાસ કરતાં તેમની પાસેથી માસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દંપતી અને માંસના જથ્થાને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે ગૌ રક્ષક દળના પ્રમુખની ફરિયાદ લઇ દંપતી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલ આ માસનો જથ્થો ગૌવંશનો છે કે કેમ તે બાબતે એફએસએલમાં તપાસ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે.