બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
દિવ્યાંગો માટે કામ કરતી નડિયાદ મૈત્રી સંસ્થા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી ને જોતા વડોદરા તાલુકાના પાદરાની ફિનોલેક્સ કંપની અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા મિત્રી સંસ્થાને ૯ હજાર માસ્ક બનાવવાની કામગીરી સોપાઇ હતી. ફાઉન્ડેશન દ્વારા “ગીવ વીથ ડિગ્રીટી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તેઓ સમગ્ર રાજ્યમાંથી ૫ હજાર ઘરોમાં કોરોનાની મહામારી દરમ્યાન કામ આવે તેવી કીટનું વિતરણ કરવાના છે. જે માટે દરેક કીટમાં મુકવાના માસ્ક તેઓએ નડિયાદની મૈત્રી સંસ્થા પાસે તૈયાર કર્યા છે. આનો ફાયદો એ થયો કે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાને કામ મળ્યું. જેના દ્વારા તેમની સાથે સંકળાયેલી ૨૨ જેટલી મહિલાઓને માસ્ક બનાવવાનું કામ મળ્યું. આ મહિલાઓને ૯ હજાર માસ્ક પેટે રૂ.૩૬ હજાર ચૂકવાશે, જેના કારણે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન મહિલાઓ આસાનીથી પર્વની ઉજવણી કરી શકશે.