બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. ગુજરાતના તમામ જિલ્લાના છેવાડના દરેક માનવી સુધી વધુ યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે. સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સેએ પણ પોતાનો વિકાસ કરવો જરૂરી છે. નર્મદા જિલ્લાનો છેવાડાનો દરેક માનવી યોગથી સારી રીતે પરીચિત થાય અને તેને પોતાની જીવન શૈલીનો ભાગ નિરોગી બની રહે તે દિશામાં કામ કરવા આગ્રહ કર્યો હતો. તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારીમાં ઇમ્યુનિટી વધારવા યોગ-પ્રણાયામ અસરકારક માધ્યમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યુ હતું કે, પ્રાચીન સમયમાં પણ ઋષિઓ યોગ સાધના શાંતિ મેળવવાં માટે કરતાં હતાં. આજે પણ યોગ-વ્યાયામની પણ એટલી જ જરૂરીયાત છે તો દરેક વ્યક્તિએ યોગ-વ્યાયામ કરવાથી શરીર અને મનની શાંતિ જાળવવા માટે યોગ અતિ જરૂરીયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. યોગને ઘર ઘર સુધી પહોચાડવા અને ગુજરાતને યોગમય બનાવવા આપણે સૌએ સહભાગી બનવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે દેડીયાપાડા-માલસમોટ અને જિલ્લાનું જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરી ટ્રેબલ ટ્રસ્ટના યોગ ટ્રેનરોએ અદભુત યોગ નિદર્શનો કર્યાં હતા. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા રમત ગમત અધિકારી પ્રભાતભાઇ હથેલીયાએ સ્વાગત પ્રવચનમાંસૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં પતંજલિના યોગ ટ્રેનર ધવલભાઇ પટેલે આભાર દર્શન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પતંજલિ યોગ સમિતિ અને જયમાતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશભાઇ તડવી, નાયબ પોલીસ અધિક્ષક સી. એન. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રભાતભાઇ હથેલીયા, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી વિઠ્ઠલભાઇ તાયડે, કામીનાબેન રાજ, પંચમહાલના યોગ ટ્રેનર સુશ્રી પિંકીબેન મેકવાન, જયમાતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.દમયંતીબા સિંધા સહિત નર્મદા અને છોટાઉદેપુરના યોગ ટ્રેનરો-યોગકોચ વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.
