રિપોર્ટર : સુરેશ જોષી, અંબાજી
યાત્રાધામ અંબાજી નજીક આવેલ દાંતા ગામમા સમસ્ત મોબાઈલ એસોશિએશનના ભાઈઓ દ્વારા મિટીંગ યોજાઈ હતી. જેમાં દાંતા ગામના બધા મોબાઈલ વેચનાર ભાઈઓ જોડાયા હતા. આ મિટીંગ દરમ્યાન ઘણા ખરા મહત્ના નિર્ણયો પણ લેવાયા હતા. આની સાથે મોબાઇલ એસોશિએશનના બધા ભાઈઓએ નવા દાંતા ગામના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરાઈ હતી. જેમા દાંતા ગામના મોબાઈલ એસોશિએશનના પ્રમુખ તરીકે રાજેન્દ્ર સિંહ અને ઉપપ્રમુખ તરીકે સાજનભાઈ ઠાકોર અને ખજાનચી તરીખે મુસ્તાક ભાઈની વરણી કરાઈ હતી. આ મિટીંગ દરમ્યાન લેવાયેલા મહત્વના નિર્ણય નીમિતે દાંતા મોબાઈલ એસોશિએશનના બધા ભાઈઓ દ્વારા દાંતા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્રમા લોકલ જીપોવાળા પોતાની જીપ મોબાઈલ વાળાની દુકાનો આગળ જીપ ઊભી રાખે છે. તેથી મોબાઈલ દુકાનદારને મુશકેલીનો સામનો કરવો પડે છે તેવું દાતા પોલિસને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.