નવરાત્રિમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોને હાલની નુકશાની નું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકામાં વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન. હળવદ વિસ્તારમાં નવરાત્રિ માં પડેલા વરસાદના કારણે ખેડૂતો મગફળી અને કપાસના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.મોરબી-હળવદ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને કપાસ મગફળીના પાકને ભારે નુકસાન થયું. જેમાં હાલ મગફળી ની સિઝન છે. વરસાદ ના કારણે ખેડૂત નો પાક બગડવાના આરે છે. જેથી ખેડૂતો ને કૃષિ પેકેજ નો લાભ આપ્યો છે. સતત નુકસાન નના કારણે આટલી રકમથી ખેડૂતો ના નુકસાન ની ભરપાઈ થઈ શકે તેમ નથી. જેથી નવરાત્રિમાં પડેલા વરસાદના પગલે હળવદ વિસ્તારમાં ખેડૂતોને હાલની નુકશાની નું વળતર ચૂકવવા માં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *