રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મુસ્લિમ પરિવારના અમીરગઢ નજીક બનાસ નદીમાં પીકનીક કરવા આવેલા ચેકડેમ નજીક બે યુવકો ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી શોધખોળ બાદ બન્ને યુવકો મૃતક હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ બન્ને યુવકોને અમીરગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્ને યુવાનો પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.