શહેરા તાલુકાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કોરોના વાયરસથી બચવા અંગેની શપથ પ્રતિજ્ઞા લેવામાં આવી.

shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા


વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં કોરાના સંક્રમણનું પ્રમાણ લોકોમાં દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેને અટકાવવા ભારત સરકાર દ્વારા ૭મી ઓકટોબરથી મોટા પ્રમાણમાં જાગૃતતા આવે તે માટે જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બી.આર.સી કૉ ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા જન જાગૃતિ આંદોલનની પ્રતિજ્ઞા લેવામાં આવી. જેમાં તમામે પોતે માસ્ક પહેર્યાં વિના ઘરની બહાર નહીં નીકળે, દરેક વ્યક્તિથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવશે, વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝર કરતા રહેશે, પોતાની અને પરીવાર, વિદ્યાર્થીઓ અને ગામ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવવી અને યોગ વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા કાર્યક્ષેત્ર, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા દ્રઢ સંકલ્પ સાથે શહેરા શિક્ષણ પરીવાર અને સમગ્ર શિક્ષા અભિયાને શપથ લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *