બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
આજ રોજ 181 પર કોલ આવેલ અને જણાવેલ કે મહિલા ને તેમના પતિ દારૂ પી મારે તેમજ હેરાન કરે માટે મહિલા એ 181 માં કોલ કરી મદદ માગી. અમે જે તે સથળે ગયેલ અને મહિલા ની સમસ્યા જાણી તેમજ કાઉન્સલીગ કર્યું ત્યાંરે જાણવા મળ્યું કે મહિલાના લગ્ન ના 7 વર્ષ થયાં તેમજ અરેંજ મેરેજ છે 5 વર્ષ નો એક છોકરો છે તેમજ મહિલા તિલકવાડાના પ્રાયવેટ બેન્કમાં નોકરી કરે તેમજ પતિ તિલકવાડામાં સુપરવાયઝરમાં નોકરી કરે તેમજ મહિલાને બેન્કના સર જૉડે વ્હેમ કરે, મારાં મમ્મી પાપા ને મારી નાખવાની ધમકી આપે, કાયમ મારી જોડે ઝગડો કરે , જમવા બાબતે કાયમ ઝગડો કરે, ઘરે પેસા આપતા નથી. જમવા બેસ્યા તયારે જમવા બાબતે ઝગડો કર્યો માટે 181 ટીમ બોલાવી 181 ટીમે તેમના પતિ ને બોલાવ્યા અને કાઉન્સિલગ કરી મનમેળ કરાવ્યું સમજાવી બંન્ને વચ્ચે સમાધાન લખાણ લખાવી જણાવેલ કે આજ પછી હું તેમને મારીશ નહી.