રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.મોડાસાથી હાલોલ તરફ સફેદ સ્ટોન પાઉડર ભરીને જતી એલ પી ટ્રકને ખનીજ વિભાગે ઝોઝ પાટીયા પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત વિગતો અનૂસાર શહેરા પંથકમા ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી થવાની વ્યાપક બુમો પડતી રહે છે. ખાણખનીજ વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે મોડાસા તરફથી સફેદ રંગનો સ્ટોન પાઉડર ભરીને હાલોલ તરફ જવા નીકળી છે.મળેલ બાતમીના આધારે ખાણખનીજ વિભાગે ટ્રકને શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર ઝોઝ ગામ પાસે ઊભી રખાવીને તેના ચાલક પાસેથી પાસ પરમીટ માગતા મળી આવી ન હતી. જેથી ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા ટ્રકને મામલતદાર કચેરી ખાતે લાવીને તપાસ કરતા ઓવરલોડ ભરેલ હોવાનુ પણ જાણવા મળ્યું હતુ.ખાણખનીજ વિભાગે પાંચ લાખથી વધુ ઉપરાંતનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો
શહેરા તાલુકામાં પથ્થરની ખનીજચોરીની વ્યાપક લોક બુમો
શહેરા તાલકાના ગ્રામીણ વિસ્તારોમા આવેલી જમીન પથરાળ છે.અહીની જમીનમાંથી મોટા ભાગે સફેદ પથ્થરો નીકળે છે .જે ખનીજચોરો માટે આર્શિવાદ સમાન બની ગયા છે. આ પહેલા પણ સ્થાનિકતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે પથ્થરો ભરીને જતી ટ્રકો સામે કાર્યવાહી પણ કરવામા આવી છે. ખનીજચોરો રોયલ્ટી ન ભરીને સરકારની તિજોરીને નૂકશાન પહોચાડી રહ્યા છે.ત્યારે તંત્ર પર આવી પથ્થરોની ખનીજચોરી કરનારા સામે સજાગ થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.