રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ શહેર અને તાલુકામાં વાતાવરમાં પલટો આવતા અને ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે વરસાદ વરસ્યો હતો. ડભોઇ શહેર અને તાલકામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારા થી નગરના લોકો હેરાન પરેશાન થતાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.પરંતુ વાતાવરણ માં એકાએક પલટો આવતા ડભોઇ નગર અને તાલુકામાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી. ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ, કરનાળી,માંડવા, શંકરપુરામાં વરસાદ વરસતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો. છેલ્લા દસ દિવસથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા હતા. ડભોઇ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવતાં ઠંડી હવા ફેલાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. સાંજના સુમારે વાતાવરણના કારણે એકાએક પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ચાંદોદ નગર અને પંથકમાં વરસાદી ઝાપટા થી નવરાત્રી પર્વના પ્રારંભે જ મેઘરાજાની સવારી આવી પહોંચી આગાહી અનુસાર વરસાદ વરસ્યો હતો.