રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરાના બલુજીના મુવાડા ગામના મહુડા ફળિયા વિસ્તારમાં એગ્રિકલ્ચર લાઈનના વિજ થાંભલા જમીન દોસ્ત થતા અહીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વિજ કચેરી દ્વારા વીજ થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરીને વીજ પુરવઠો ખેતી માટે શરૂ કરે તેવી માંગ ખેડૂતો માંથી ઉઠી છે. શહેરાના બલૂજીના મુવાડા ગામ ખાતે આવેલ મહુડા ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજલાઇનના વીજ થાંભલા શનિવારની રાત્રે આવેલ વાવાઝોડા અને વરસાદના કારણે જમીન પર પડી ગયા હતા. વિજ થાંભલા પડી જતા ખેડૂતોને મળતો વીજ પુરવઠો બંધ થઈ જવા સાથે રહેણાંક ઘરોમા લાઈટો પણ ગુલ થઈ ગઈ હતી. કલાકો સુધી લાઈટો બંધ રહેતા વીજ ઉપભોક્તાઓ અંધારામાં રહેવા સાથે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જ્યારે વીજ કચેરીની કામગીરી સામે અનેક સવાલો સાથે વીજ ગ્રાહકોનો આક્રોશ પણ જોવા મળી રહયો હતો. એમ.જી.વી.સેલ.કચેરી દ્વારા પડી ગયેલ વીજ થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરવામાં આવે તેવી ખેડૂતો માથી માંગ ઉઠી હતી. જ્યારે પાનમ ફીડરમા છાશવારે લાઈટો બંધ થવા સાથે ખેડૂતો ને ખેતી માટે મળવા પાત્ર વીજ પુરવઠો નહી મળતો હોવાની વ્યાપક બુમો ઉઠી રહી છે.ત્યારે વિજ કચેરી દ્વારા વીજ ગ્રાહકોના હિત માટે વિચારશે ખરા ?..હાલ તો વીજ સમસ્યા થી વીજ ગ્રાહકો હેરાન પરેશાન થઈ ઉઠયા છે.