બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં લીઝ બાબતે રસ્તા પર ઉતરી આવેલા ગામ લોકોના ટોળાં વિરુદ્ધ નવસારી ના વેપારી ઉમેશભાઈ હરેશભાઈ ઓડ એ ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ સિસોદ્રા ગામમાં રેતીની લીઝ માટે પોતાની કાર અને લીઝ ની મશીનરી લઈ જતા હતા તે સમયે ગામની સિમમાં નર્મદા નદીના કાંઠે હરનીષભાઈ જશ ભાઈ પટેલ, અતુલભાઈ જશભાઈ પટેલ,જશુભાઈ છોટા ભાઈ પટેલ,રોશનભાઈ જયંતીભાઈ પટેલ,નિતીનભાઈ ચતુર ભાઈ પટેલ,જયેનદ્રભાઈ નારણભાઈ પટેલ, જૈમિનભાઈ મહેશભાઈ પટેલ, તેજશભાઈ મહેશભાઈ પટેલ, પંકજભાઈ સુરેશભાઈ પટેલ, રવિભાઈ પ્રવિણભાઈ પટેલ, અશોકભાઈ રણછોડભાઈ પટેલ, રાકેશભાઈ જોરભાઈ પટેલ, માલાબેન રણછોડભાઈ પટેલ,બકીબેન દિલીપભાઈ પટેલ,ચીંટુબેન નિતીનભાઈ પટેલ તમામ રહે સિસોદ્રા તેમજ અન્ય ૩૦ જેટલા લોકોનું ટોળાંએ ગે.કા મંડળી બનાવી ઉમેશભાઈ ઓડ તથા સાહેદોને સિસોદ્રા ગામે નર્મદા નદીમાં લીઝ નહીં નાંખવા દેવાના ઈરાદે વાહનો આગળ રસ્તા ઉપર બેસી જઈ અવરોધ ઉભો કરી ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી તેમજ જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોય એ બાબતે આમલેથા પોલીસે ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.