બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
શુક્રવારે જ એક સાથે ૦૯ એસઆરપી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું. રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેમાં કેવડિયા કોલોની એસઆરપી ગ્રુપમાં શુક્રવારે એક સાથે ૯ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રા માંથી જાગ્યું હતું કેમ કે આગામી ૩૧ ઓક્ટોમ્બરે એકતા પરેડમાં પીએમ મોદી કેવડિયા આવનાર હોય અને અચાનક ત્યાં ફરજ બજાવતા એસઆરપી જવાનો કોરોના સંક્રમિત જણાય તો મોટી તકલીફ પડે તેમ હોવાથી કેવડિયામાં એસઆરપી, પોલીસ જવાનો ના કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી હતી.