લુણાવાડામાં એક સાથે ગાયોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ચકચાર.

Mahisagar
રિપોર્ટર : દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ એક ઘટનામાં આશરે ત્રણ જેટલી ગાયો મૃત અવસ્થામાં મળી આવેલ હતી. જ્યારે બીજી ગાયો મૂર્છિત અવસ્થામાં મળી આવી હતા. અમદાવાદ લુણાવાડા હાઇવે પર 100 -100 મીટરના અંતરે ગાય મૃત હાલતમાં મળી આવેલ હતી. જેમાં ત્રણ જેટલી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટના સવારે સાત વાગ્યાની આજુબાજુ મહિપાલ સિંહ રાઠોડ તથા નગરપાલિકા પ્રમુખ અને સેવાકીય વખત ધરાવતા અગ્રણી બ્રિંદાબેન શુકલ દ્વારા ટેલિફોન થી કલેકટર અને પશુ ચિકિત્સક તથા કરુણાનો સંપર્ક સાધતા તે ગાયોનો આબાદ બચાવ થયો છે અને મૃત્યુ પામેલ ગાયોને નગરપાલિકા દ્વારા ક્રિયાકરમ કરવામાં આવ્યું હતું. લુણાવાડા શહેરમાં અગાઉ પણ આ રીતે અનેક ઘટનાઓ ચર્ચામાં આવી હતી જેમાં ગાયની વૃદ્ધવસ્થામાં હોય છે તો શું આ બધી ગાયો ને પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી લાગતી કે શુ? આ ગાયો ના કારણે એક મૃત્યુ થવા લાગે છે તો જવાબદાર કોણ આવી નગરજનોમાં ચર્ચા વર્તાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે?

બોક્ષ: જ્યારે પોસ્ટ મોર્ટમ થાય ત્યારે જ સાચા કારણ ની જાણ થઈ શકે એમ છે પરંતુ હાલના તારણ પરથી ફૂડ પોઇસંન થયું હોવાના કારણે મૃત થઈ હોય શકે છે. – ડો. ચાવડા

બોક્ષ: ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોચી જઈને જરૂરી કાર્યવાહી માટે તંત્ર ને અલગ અલગ સંગઠનના વ્યક્તિઓને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી પરંતુ ગાયના નામે મોટી મોટી વાતો કરતા અને ફેસબુક પર સારી સારી પોસ્ટ કરતા વ્યક્તિઓ જ્યારે સમગ્ર ઘટના બને છે ત્યારે હાથ ઉંચા કરે છે ત્યારે આવનારા સમયમાં જરૂરી જાગૃતિ આવે અને માતા સ્વરૂપ ગાયના હિતમાં કોઈ સચોટ પગલાં લેવામાં આવે તે જરૂરી છે.-મહિપાલસિંઘ રાઠોડ,ગૌ સેવક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *