સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો.

Mahisagar
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગોને જોડતો સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો.

કડાણા તાલુકામાં મહીસાગર નદી પર આવેલ ઘોડિયાર બ્રિજ ડૂબક પ્રકારનો પુલ હોઈ ઉપરાંત વર્ષો જૂનો પુલ હોવાથી ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડતા વારંવાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જેને લઈને વારંવાર પુલ ને નુકસાન પણ થાય છે અને કેટલાય દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવો પડે છે. જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે કડાણા તાલુકાની તાલુકા પંચાયત થી માંડીને તમામ ઓફિસો થી માત્ર અડધો કિલો મિટર દૂર આ પુલ આવેલો છે અને કડાણા તાલુકાની મધ્યમાંથી મહીસાગર નદી પસાર થાય છે. જેની ઉપર આ પુલ આવેલો હોવાથી કડાણા તાલુકાના બન્ને ભાગોને જોડતો આ પુલ ઉપરાંત સંતરામપુર – દાહોદ અને રાજસ્થાન ના ડુંગરપુર સીમલવાડા , ગાલિયકોટ,ને જોડતા સંતરામપુર – ડુંગરપુર સ્ટેટ હાઇવે પર આવેલ હોવાથી વારંવાર પડતી હાલાકી ને લીધે નવા પુલ નું નિર્માણ થાય તે માટે અનેક વાર રજૂઆતો થઈ હતી અને રજૂઆતો ધ્યાને લઇ સરકારે નવો પુલ મંજુર કર્યોં હતો અને જેની નિર્માણની કામગીરી છેલ્લા બે વર્ષ થી ચાલી રહી છે જેમાં મુખ્ય પુલનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ એપ્રોચ રોડ બાકી હોવાથી તેની કામગીરી હવે ચાલુ કરવાની હોય જેમાં મોટા પ્રમાણમાં માટીનું અને આર.સી.સી.નું કામ કર્યા બાદ જ મુખ્યમાર્ગ થી જોડાણ થાઈ તેમ હોવાથી નજીકમાં વાહન વ્યવહાર માટે કોઈ વિકલ્પ ન હોવાથી મહીસાગર જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.ઠક્કર દ્વારા જાહેરનામું બહાર પાડી રસ્તો બંધ કરવાનું હુકમ કરવામાં આવ્યો છે

આ આદેશ માં આ રુટ ના તમામ અવર જવર કરતા વાહનો માટે સૂચન કરવામાં આવ્યું છે કે આ રુટ બદલી 25 કિલોમીટર તાંતરોલી પુલ પર થઇ કડાણા જવા સૂચન કરવામાં આવ્યું છે. જેમાં વાહન ચાલકોને 50 કિલોમીટર થી વધુ નો ફેરો કરવો પડે તેમ છે. ખાસ કરીને કડાણ ના ઉત્તર ભાગના સ્થાનિકો માટે કડાણા ખાતે આવેલી ઓફિસોમાં કામગીરી માટે અવાર નવાર જવું પડતું હોય છે. ત્યારે ગરીબ લોકો ને 50 કિલોમીટર નો ફેરો કઈ રીતે પરવડશે એ પણ એક પ્રશ્ન છે. છતાં પણ નવીન પુલ નું જે નિર્માણ થય ગયું અને એપ્રોચ રોડ બની જાય તે જલ્દી થઈ જાય અને ઉદ્ઘાટન પણ જલ્દી થઈ જાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *