રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના દામનગર શહેર માં વિવિધ ત્રણ શાકમાર્કેટ નું સ્થળાંતર દામનગર માર્કેટયાર્ડ ખાતે કરાયું દામનગર શહેરમાં રાભડા રોડ સરદાર ચોક જૂનીશાક માર્કેટ મુખ્ય બજારો માં અલગ અલગ વિસ્તારો માં ફરતી શાકભાજી ની લારીઓ નું એકજ જગ્યા એ સ્થળાંતર કરવામાં આવ્યું છે દામનગર શહેરમાં માર્કેટયાર્ડમાં આઠ વિઘા થી વધુ મેદાનમાં ૧૫૪ શાકભાજી વિકેતા ઓ માટે સ્ટોલ ૧૦ ફૂટ ના શોષયલ ડિસ્ટન્ટ જળવાય તેવી જગ્યા છોડી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા
શહેર થી થોડું દૂર શાકમાર્કેટ નું એક જગ્યા એ સ્થળાંતર કરવામાં આવ્યું તેને ખુશી કહીયા ગમ જેવી સ્થિતિ મોટા ભાગે ગ્રાહકો માં દૂર હોવા નો રોષ જોવા મળ્યો છે દામનગર શહેરના શાકભાજી વિકેતાઓ માં મનગમતા સ્થળો નહિ મળતા થોડી નારાજગી જોવા મળી રહી છે દામનગર શહેર ના માર્કેટયાર્ડ માં શહેર ની ત્રણ થી વધુ શાકમાર્કેટ નું મર્જ કરતા એકજ જગ્યા શહેરી જનોને તમામ શાકભાજી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે શાકમાર્કેટ ના સ્થળાંતર માટે સ્થાનિક પોલીસ જવાનો ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજ રોજ દામનગર માર્કેટયાર્ડ ખાતે શાકમાર્કેટ શરૂ કરવામાં આવ્યું છે