ગેરકાયદેસર લંગરિયા નાખી મૂકેલો કરંટ જોખમી બન્યો : શંકરપુરા ગામે ખેતરની વાડ પર કરંટ મૂકતાં યુવાનનું મોત.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

વાઘોડિયા શંકરપુરા ગામે મગફળીના ખેતરના શેઢા પર તારની વાડમાં ગેરકાયદેસર રીતે લંગરીયા નાંખી કરંટ મૂકતાં 27 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું . શંકરપુરા ગામે રહેતા અલ્પેશ સુરેશભાઈ પરમાર ઉમર 27 શનિવારે વહેલી સવારે કુદરતી હાજતે જવા માટે ગામ બહાર આવેલા ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાવેશ પટેલ રહે કરચીયા બાજવા ના ખેતરનો વહીવટ કરતા ગોવિંદભાઈ સનાભાઈ પરમાર રહે શંકરપુરા એ ખેતર પાસેથી પસાર થતા વીજ લાઈન પર ગેરકાયદેસર લંગરિયા નાખી ખેતરની ચારેતરફ ફરતી તારની વાડ પર કરંટ મૂક્યો હતો ખેતરમાં પાણી લીઘેલુ હોવાથી જમીન ભેજવાળી હતી. જેના સંપર્કમાં કુદરતી હાજતે જતા અલ્પેશ પરમાર આવતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેમાં યુવાનના છાતીના ભાગે તેમજ ડાભા ખભામાં વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જે બાબતની જાણકારી આસપાસના લોકોએ મૃતકના પરિવારને આપતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *