રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં ૧૦ વર્ષના બાળકને સાવકી માતાએ નર્મદા કેનાલમાં ફેંકી દીધું હોવાનુ પોલીસને સાવકી માતાએ જ જણાવ્યું. મોરબી માળિયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગમાં ડ્રાઈવર જયેશભાઈ જેન્તીભાઈ પ્રજાપતિના લગ્ન આશરે પાંચ વર્ષ પહેલા સોલાપુર ગામે થયા હતા. ત્યારે તેમનું એક સંતાન જેનું નામ ધ્રુવ ઉફૅ કાનો હતું. ત્યારબાદ જયેશભાઈ પ્રજાપતિની જૂની પત્ની ધ્રુવને ત્રણમાસનો મૂકીને સોલાપુર જતી રહી હતી. ત્યારબાદ જયેશભાઈ પ્રજાપતિ હળવદમાં ભાવિષાબેન મોચી સાથે છ વર્ષ પહેલા લગ્ન કર્યા. જેમાં સંતાનમાં એક બાબો હતો.આ સાવકી માતાનું ૧૦ વષૅનું બાળક તારીખ ૬/ ૧૦ના રોજ વિશાલ પેકેજીંગ ગ્રાઉન્ડમાં રમતા રમતા ગુમ થયા હોવાનું સાવકી માતાએ જણાવ્યું હતું. ત્યારબાદ સાવકી માતા અને તેનો પતિ જયેશભાઈ પ્રજાપતિ બાળકની શોધખોળ હાથ ધરી, પરંતુ બાળક નહીં મળતા પરિવારજનોએ પોલીસને જાણ કરી, બાળકને કોઈ પત્તો ન લાગતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. છતાં બાળકનો કોઈ પત્તો નહી મળતા, પોલીસે સાવકી માતા ભાવિશાબેન પ્રજાપતિને વધુ પૂછપરછ કરતા ભાવિષાબેને પોલીસ ને ગોળ ગોળ જવાબ આપતા,પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરતાં, બાળકને મોરબી માળિયા ચોકડી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે હાલ હળવદ મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં બે દિવસથી પાણી ખાલી કરીને બાળકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.