રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.એસ.આઈ એન કે વિંઝુડા, પો.હે.કો. આઈ એચ રૂમી, પો.કો. ઇન્દ્રજીત ઝાલા, પ્રીતેસ દયાતર, કમલેશ માકડીયા, કમલેશ પાથર સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી માંગરોળ બંદરથી શહેરમાં કપાસીયા નળ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરી નીકળનાર છે જેને લઈ પોલીસે વોચ ગોઠવતા તે જગ્યા એથી રાત્રીના સમયે મારુતી ઇકો કાર જીજે ૩ જે આર ૮૬૪૬ નીકળતા તેની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિસ દારૂની ૮૫ જેટલી બોટલો કિંમત રૂ ૩૪૦૦૦ મળી આવી હતી.
પોલીસે દારૂ ની બોટલો સહિત કુલ રૂ. ૨,૩૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ૨ ઇશમો નાથાભાઇ દાસાભાઈ કોડિયાતર રહે.બાટવા માણાવદર અને પરાગ ભીખા છેલાણાં રહે માંગરોળને ઝડપી લીધા હતા. માંગરોળ પોલીસે ઉપરોક્ત ૨ ઇશમોં સહિત કુલ ૩ આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.