NEETની પરીક્ષા નું પરિણામ જાહેર થતા મહર્ષિ ગુરૂકુલ, હળવદ ના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ધોરણ -૧૨ સાયન્સ અભ્યાસ બાદ મેડીકલમાં પ્રવેશ લેવા માટેની NEET ની પરીક્ષાનું પરીણામ જાહેર થતા મહર્ષિ ગુરૂકુલ, હળવદના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા.પરીક્ષાના તમામ ફોરમેટમાં એટલે કે બોર્ડ પરીક્ષા , JEE પરીક્ષા , ગુજકેટ પરીક્ષા ત્યારબાદ NEET ની પરીક્ષામાં પણ ગુરૂકુલના તારલાઓ પ્રથમ સ્થાન પામેલ છે. અને સાબિત કરી બતાવ્યું છે કે માત્ર વાતો નહી મહેનત કરી,અને વિદ્યાર્થીઓ ને મેહનત કરાવીને પરીણામ લાવીએ છીએ. સંસ્થા તરફથી જણાવ્યા મુજબ 20 થી વધુ વિદ્યાર્થીઓ ડોકટરીમાં પ્રવેશ મેળવશે .NEET – 2020 પરીણામમાં 720 માંથી કણસાગરા અવની – 591 , ઝાલા ક્રિપાલ – 570 , પટેલ ટવીંકલ – 507 જેવા કેટલાય વિદ્યાર્થીઓ ખુબ સારુ પરીણામ લાવ્યા છે. આ તમામ સિતારાઓને તેના માતા – પિતા, ગુરૂજનો અને સંસ્થાના વડા રજનીભાઈ સંઘાણીએ ખુબ ખુબ અભિનંદન
પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *