રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પરના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Banaskantha
રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર

પ્રથમ નોરતાના પવિત્ર દિવસે ગઠામણ દરવાજા પર આવેલ જય અંબે સેવા ટ્રસ્ટની વાનર સેના, તેમજ લંડનમાં રહેતા ગુજરાતી દબાસિયા પરિવાર, તેમજ પ્રજાપતિ પરિવાર અને પાલનપુરના એક સેવાભાવી ડોક્ટર પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોક ભાઇ ઠાકોર, તેમજ કેટલાક ધાર્મિક વેપારિઓ દ્વારા રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો માટે કરિયાણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભૈરવ ગુફામાં રહેતા સાધુ સંતો દ્વારા પાલનપુરના ડોક્ટર વાનર સેનાના પ્રમુખ ભોલાભાઇ પ્રજાપતી લંડનમાં રહેતા પ્રજાપતિ પરિવાર દબાસિયા પરિવાર તેમજ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ઠાકોર તેમજ સેવાભાવી વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. શ્રી ભૈરવ ગુફામાં રહેતા સાધુ સંતોએ જણાવ્યું કે લોક ડાઉનના સમયમાં મંદિર બંધ હોવાથી તેમને ઘણી બધી સમસ્યાઓનું સામનો કરવો પડ્યો છે, પરંતુ પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા સાધુ સંતોનો સન્માન કરી તેમને કરિયાણાની વ્યવસ્થા કરી છે. તે બદલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ ભૈરવ ગુફાના સાધુ સંતોએ પાલનપુર ના સેવાભાવી વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *