રિપોર્ટર : એન ડી પંડયા, બગસરા.
હાલ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ. ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ લોકોને વધુંમા વધું ભાજપમાં જોડાય તેવી અપીલ કરી. જેથી બગસરા તાલુકાના હડાળા ગામે અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ હડાળા ગામના ઉપસરપંચ રાજેશભાઈ વઘાસીયા સહિતનાં કાર્યક્રરો ભાજપમાં જોડાતાં કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તે ઉપરાંત આ પ્રસંગે ગામલોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.