રિપોર્ટર : રીઝવાન દરિયાઈ, ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના સરપંચ મિનેશભાઇ પટેલ ના અથાગ પ્રયત્ન દ્વારા અંગાડી ગામ બચાવ અને ધોવાણ અટકાવવા માટે ૨૦૧૮ માં PMOPG OFFICE DELHI માં રજૂઆત કરેલ જેની નોધ લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્ય સરકાર ને તાત્કાલિક અંગાડી ગામની સંરક્ષણ દીવાલો મંજુર કરી આપવામાં આવી. જેમાં તાત્કાલીક એસ્ટીમેન્ટ બનાવી વહીવટની સુચના આપવામાં આવી જેમાં અંગાડી નેપાલપુરા માં વાળંદ ફળીયું , ચોર વાળું ફળીયું , પંચાલ ફળિયું, ચોથીયાવાડ , કોટપુરા અને અંગાડી પહાડીયા માં મસ્જીદ ફળિયું , દિવાન ફળિયું, અને અંગાડી કસ્બા માં ઈમામ વાળા ફળિયું , ભાથીજી ફળીયું ,તમામ માં સંરક્ષણ દીવાલો મંજુર કરવામાં આવી હતી.