બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે નવા નીતિ નિયમોં સાથે શરૂ થશે જેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે હાલ અમે ટ્રાયલ બેઝ પર જંગલ સફારી પાર્ક ,પેટ ઝોન ,ચિલ્ડ્રન પાર્ક શરૂ કરવામાં આવ્યા છે -ડો રાજીવ કુમાર ગુપ્તા -એમ ડી ,સરદાર સરોવર નર્મદા નિગમ
કેવડિયાની મુલાકાતે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો.રાજીવ કુમાર આવ્યા હતા. તેઓએ મીડિયા સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે 17મી તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોલવામાં આવશે. ત્યારે તેમાં નિયમોની સાથે ખોલવામાં આવશે. માત્ર 2500 જેટલા પ્રવાસીઓને ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. તેમને આવા દેવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં આપણે જંગલ સફારી,પેટ ઝોન ,ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ને ટ્રાયલ બેઝ પર ખોલી નાખવામાં આવ્યું છે અને ત્યાં કોવિડ-19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેનો આયોજન કરાયું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીજા બીજે પ્રકલ્પો છે એને ધીરે ધીરે હવે ખોલવામાં આવશે. જે સી પ્લેન અમદાવાદ સાબરમતિ નદી થી કેવડિયા પોન્ડ નંબર-3 સુધી આવશે જેની તૈયારીઓ ચાલી રહી છે અને જેના નિરક્ષણ માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડીયાન વિભાગ ગુજરાતની ટીમે આજે પોન્ડ નંબર-3 ની મુલાકાત લીધી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માટેની હાલમાં ચર્ચા વિચારણા થઈ રહી છે. સી પ્લેન ની સુવિધા શરૂ થાય તે માટે ભારત સરકારના વિભાગો અને બીજા વિભાગના સંકલનથી કામગીરી યુદ્ધ ના ધોરણે થઈ રહી છે.