રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ અંતર્ગત સ્મોક ફ્રી વિલેજ ના હેતુથી ફેઇથ ફાઉન્ડેશન દ્વારા તિલકવાડાં ખાતે વર્કશોપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

Latest Narmada
રિપોર્ટર: અનીશખાન બલુચી, કેવડીયા કોલોની

ભારત દેશની 70℅ વસ્તી એ ગ્રામ્ય સમુદાયની છે આથી ભારત દેશ ને તંબાકુ મુક્ત કરવા માટે ગામડાઓમાં ધ્યાનકેન્દ્રિત કરવું આવશ્યક છે. ભારત દેશમાં દર વર્ષે તંબાકુના સેવનથી 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં ધુમ્રપાન અને પરોક્ષ ધૂમ્રપાન ના કારણે અંદજીત 10 લાખ લોકો મૃત્યુ પામે છે. આથી આજ રોજ જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ – નર્મદા તથા ફેઈથ ફાઉન્ડેશન દ્વારા તિલકવાડાં ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખી ને વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં તિલકવાડાં તાલુકાના તલાટીઓ ને સ્મોક ફ્રી ગ્રામ પંચાયત કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. તિલકવાડાં તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ બરજોડની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તિલકવાડાં તાલુકાના ગામડાઓ ને સ્મોક ફ્રી કરવાના ઉદેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના માધ્યમથી તિલકવાડાં તાલુકાના 41 ગ્રામ પંચાયત ને સ્મોક ફ્રી ગ્રામ પંચાયત જાહેર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્કશોપ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં COTPA 2003 કલમ 4 મુજબ જાહેર જગ્યા પર ધૂમ્રપાન પ્રતિબંધ નું પાલન થાય અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *